આભાર તેવા લોકો ને જે પોતાની અમૂલ્ય વસ્તુ બીજા ના સુખ માટે દાન કરે છે !

Kaushik degada,donate hair for cancer patients

કોઈ તમને પૂછે કે क्या है आपके इस काले घने बालों  का राज़? ત્યાં તો તમારા ચેહરા પર સરસ મજા ની મુસ્કાન આવી જાય. જવાબ માં તમે કોઈ ખાસ પ્રોડકટ ની વાત કરવાંના કે પછી એમ કહીને ને વાત પતાવી દેવાના કે આતો કુદરતી છે.

સોફ્ટ અને સિલ્કી વાળ બધા ને ગમતા જ હોય છે એમાં પણ જો એક દમ સીધા અને લાંબા હોઈ તો सोने पे सुहागा. આપના વાળ આપણે ને કેટલા ગમે છે એનો પુરાવો ટીવી કે પૅપર ની જાહેરાત માં જોવા મળી જાય તો Hair cut માટે આરામ થી પૈસા ખર્ચી નાખતા પણ ના અચકાય કેમકે આપણા વાળ આપણા માથા નું મુકુટ જો છે.

આપણા વાળ પ્રત્યે નો આપણો પ્રેમ કેટલો કે જરાક અમથા ખરવા લાગે તો આપણે ને ચિંતા થવા લાગે. તો ઘણા બધા લોકો ને એ વાત નો ડર હોઈ છે કે મારે ક્યાંય ટાલ નો પડી જાય! કોઈ ના સારા વાળ હોઈ તો તમે હાથ ફેરવી જોજો એ તરત તમારો હાથ હટાવી નાંખશે કે ક્યાંક વિખાય ના જાય.
હવે એક પળ માટે કલ્પના કરી જોવો કે જો તમારા માથા માં એક પણ વાળ ના હોઈ તો તમને કેવું લાગે?  કેન્સર ના દર્દી માટે આ વાત હકીકત બની જાય છે જ્યારે સારવાર દરમ્યાન એમના તમામ વાળ ખરી જાય છે. આથી ઘણી સેવા ભાવી સંસ્થાઓ આ લોકો માટે વાળ ની વિગ બનાવે છે અને એના માટે આપણી આજુ બાજુ ના ઘણા એવા લોકો છે જે પોતાના વાળ ને દાન પણ કરે છે.

હું આ વાત થી અજાણ હતો પણ હમણાં રાજકોટ નજીક નિકાવા ગામે રહેતા અને GIDC માં જોબ કરતા કૌશિક નામ ના એક મિત્ર સાથે મુલાકાત થઈ ત્યારે વાત વાત માં આ વાત નીકળી ત્યારે મને ખબર પડી કે તેમને પણ કેન્સર પીડીત દર્દી માટે પોતાના વાળ ડોનેટ કર્યા છે. જેમને શરીર માં કોઈ ખોટ નથી આપી એવા લોકો બીજા ના દર્દ ને એટલું ના સમજી શકે જેટલું ખુદ કોઈ પ્રોબ્લેમ ફેસ કરતા વ્યક્તિ સમજી શકે ,કેમકે એતો ખુદ પર વિત્તી હોઈ એને જ ખબર હોઈ.
કૌશિક પોતે થેલેસમિયા ધરાવે છે કે જેમાં દર મહિને લોહી ચડાવું પડે છે. આ આંખી પ્રક્રિયા શારીરિક અને માનસિક બને રીતે થકવી દેનારી હોઈ છે તો પણ આ ખુશ મિજાજ અને જીગરી દોસ્તે પોતાની પીડા ભુલી ને બીજા ની ખુશી માં પોતાના તરફ થી યોગદાન આપ્યું છે સલામ છે તમને દિલ થી.

જો તમારા નજીક માં કોઈ એવા વ્યક્તિઓ હોઈ તો તેની સ્ટોરી તમે અમને કહી શકો છો તેના માટે કૉમેન્ટ અથવા contact us મા ઇમેઇલ કરી શકો છો.

किसी की मुस्कुराहटों पे हो निसार
किसीका दर्द मिल सके तो ले उधार
किसीके वास्ते हो तेरे दिल में प्यार
जीना इसी का नाम है !કૌશિક નો વિડીયો પણ તમે જોઈ શકો છો


Post a Comment (0)
Previous Post Next Post