શું તમે ખરેખર ખુશ છો? Matthieu Ricard

Happiest person in the world,Matthieu Ricard

શું તમે ખરેખર ખુશ છો? 

         સવાલ પૂછવાનું કારણ એ છે International Happiness day છે કે જે માર્ચ મહિના ની 20 મી તારીખે ઉજવવામાં આવે છે  વેલ તમે ખુશ છો કે નહીં એતો તમને જ  ખબર હોવાની. પણ જો ખરેખર ખુશ ના હોવ તો એક વાર ખુદ ની અંદર ડોકિયું કરી જાણવાની કોશિષ તો કરવી જ જોઈએ કે મારા નાખુશ હોવાનું કારણ શુ છે? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે મન માં ને મન માં દબાવ્યા કરીશુ પણ એ વાત નું વિશ્લેષણ નહીં કરીએ. દર્દ કા પતા ચલેગા તો ઈલાજ હો પાયેગા ના. ખુશ ના હોવાના જનરલ થી લઇ ને પર્સનલ કારણો હોઈ શકે છે પછી એ જીવન માં જે કરવું હોય એ ના થતું હોય કે પછી ધારીએ એ રીતે ના થતું હોઈ એમ પણ બને ખરા ,દુનિયા ના સૌથી લાંબા ચાલેલા સર્વે નું તારણ એ આવ્યું કે પદ પ્રતિષ્ઠા અને પૈસા નહીં પણ માણસ ને સૌથી વધુ ખુશી સંબધો માંથી મળે છે જેની પાસે સારા સંબંધો હસે એ વ્યકતિ વધુ ખૂશ હોવાનો.  

વિશ્વ ના સોંથી સુખી વ્યક્તિ Matthieu Ricard આપણી સાથે ખૂશ રહેવાનું સિક્રેટ શેર કરતા જણાવે છે કે ખુશ રહેવા માટે દિવસ માં ફક્ત થોડી મિનિટ જ આપવાની જરુર હોય છે. તેવો જણાવે છે કે હાલ ના સમય માં મોટા ભાગ ના લોકો ફક્ત ખુદ નેં જ ધ્યાન માં રાખીને જીવી રહ્યા છે ખાસ તો મોબાઈલ ને કારણે આપણે સ્વકેન્દ્રી બની ગયા છીએ આપણી આજુ બાજુ શુ ચાલી રહ્યું છે એ પણ આપણે ને ખબર નથી હોતી એટલા આપણે આભાસી દુનિયા માં મશગુલ હોઈ છીએ ,તેવો જણાવે છે આપણી આસપાસ જાણીતી હોઈ કે અજાણી વ્યકતિ પ્રત્યે કૅરીંગ વ્યવહાર કરીશું તો આપણે કુદરતી ખુશી ની લાગણી ફિલ કરવા લાગીશું. 

દુનિયા ના સોંથી લાંબા ચાલેલા સર્વે નું તારણ એ જાણવા મળ્યું કે માણસ ને સૌથી વધુ ખુશી પોતાની  સાથે જોડાયેલા લોકો સાથે ના સંબધ માંથી મળે છે નહી કે પદ પ્રતિષ્ઠા કે પૈસા દ્વારા તો પણ આપણે સંબધો ને Taken For Granted લઈએ છીએ તેને સારા અને મજબૂત બનાવે એવા કોઈ પણ પ્રયત્ન આપણે નથી કરતા હોતા કે નથી આપણે ને જરૂરી લાગતું.  આપણે બધા ને ખૂશ રેહવુ છે, થવું છે પણ કોઈ ને ખુશ કરવા નથી, દિલ પર હાથ રાખીને વિચારી જોવો કે છેલ્લે તમે ક્યારે કોઈ ને દિલ થી ખુશ કરવાની કોશિશ કરી હતી? નિયમ છે કે આપણે ને એજ મળતું હોય છે જે આપણે આપતા હોઈ છીએ ,તો ચાલો આજે એક કામ કરીએ આપણી આસપાસ ના  લોકો ને ખુશ કરીયે. જેની સાથે વાત નથી કરી, તેને ફોન કરીયે, જેને મળ્યા નથી તેને મળીએ, કોઈ ને એને ગમતી ટ્રીટ આપીએ, કોઈ ને સરસ મજાની કોમ્પ્લિમેન્ટ આપીએ,તો કોઈ ને ગિફ્ટ આપીએ,કોઇ ને મિસ યુ નો મેસેજ કરીને Important ફિલ કરાવીયે અને હા કોઈ એટલું પણ મન થી ગરીબ ના હોઈ શકે જે એક ચોકલેટ કે સ્માઇલ ના આપી શકે. જીવન ની મોટી મોટી ખુશીઓ નાની નાની બાબતો માં સમાયેલ હોઈ છે.    

ज़िन्दगी की यही रीत है, हार के बाद ही जीत है  थोड़े आँसू हैं थोड़ी हँसी, आज ग़म है तो कल है ख़ुशी

2 Comments

  1. Maja aavi read karine... we should try to give smile on them face by doing something little effort.... and your effort is good too.. like this

    ReplyDelete
  2. Hey,
    Matthieu Richard is the Happiest Person in the world. I have learned this fact from your article that happiness is important in daily Life. Thank you.

    ReplyDelete
Post a Comment
Previous Post Next Post