International Women's Day special | આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ

international Women's Day, વિશ્વ મહિલા દિન
 આજે હું તમને કંઇક કેહવા માંગુ છે કેમકે , 8 March નો દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આખા વિશ્વ માં ઉજવવામાં આવે છે મહિલાઓ વિશે તમને એક યા બીજી રીતે ઘણું વાંચવા મળ્યું હશે ઘણા સમય થી પરંતુ હું આજે જે તમને જણાવવા જઈ રહ્યો છું એ મારા મત પ્રમાણે અને મારા અનુભવ તેમાં જોડાયેલો છે.


આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છે કે જેનો જવાબ દિલ પર હાથ રાખી ને સાચો આપવાનો છે. તમે તમારાં મમ્મી ને કેવી રીતે બોલાવો છો? તુકારો આપી ને કે પછી માન થી? તું કહીને કે પછી તમે કહીને?

International Women's Day special | આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ

મને નથી ખબર કે તમે તમારા મમ્મી ને કેવી રીતે બોલાવતા હશો, જો માન થી બોલાવતા હોઈ તો તમને અભિનંદન, બાકી જો તુંકારાંથી બોલાવતા હશો તો આજના વિશ્વ મહિલા દિવસ નાં શુભ અવસરે તમે તમારા મમ્મી ને માન થી બોલાવવાની ભેટ આપવી જોઈએ. કેમકે જે વ્યક્તિ તમને જન્મ આપ્યો હોઈ અને તમે તેનેજ માન આપી ને ના બોલાવો તો એ વાજબી નથી, અરે માત્ર તમારા મમ્મી ને નહિ પરંતુ કોઈપણ સ્ત્રી ને તમારે અપમાન થી ના બોલાવવી જોઈએ. મે ઘણી જગ્યા એ જોયેલું છે કે પતિ તેમની પત્ની ને તુંકારો આપી ને બોલાવતા હોઈ છે જાણે તેણી તેની ગુલામ હોઈ એવું વર્તન કરતા હોઈ છે એવું નથી કે તમે તેમની સાથે લગ્ન કર્યા છે તો તેનું અપમાન કરશો તે પણ એક સ્ત્રી છે.
 ભારતીય સંસ્કૃતિમાં તો સ્ત્રીઓ ને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે ,માતા લક્ષ્મી ,સરસ્વતી ,સીતા ઉદાહરણ તમાંરી સામે જ છે, અરે ભારતીય સંસ્કૃતિમાં તો નદી માં ગંગા,યમુના,કાવેરી,ગોદાવરી,નર્મદા અને વૃક્ષ માં તુલસી. એમાં પણ સ્ત્રીઓ ના નામ થી પૂજા કરવામાં આવે છે. અને સન્માન આપવામાં આવે છે.

આપણી મૂળ વાત પર પાછા ફરીએ, કે તમારે
તમને કદાચ એવો વિચાર પણ આવી રહ્યો હસે કે ભાઈ એના થી શું ફરક પડી જવાનો કે કોઈનેપણ તુકારાંથી બોલાવીતો? જવાબ છે કે અજાણ્યા લોકો ને આપણે માન થી બોલાવીએ અને જનમ આપનાર માતા ને તુંકારે આ તો આપણા કેવા સંસ્કાર? અખતરો કરી લેવાની છૂટ કે જ્યારે તમે કોઈ ને તમે કહી ને તોછડાઈ થી વર્તન નહિ કરી શકો. ગાળો ના આપી શકો. તું અને તમે માં આ મુખ્ય ફરક છે.

મારા પ્રિય નિલેશ રાવલ સર ની વાત અહીંયા મને યાદ આવી કે દુનિયા એક શોપિંગ મોલ જેવી છે જ્યાં થી જે સારું લાગે તે અપનાવી લેવું. મારે ખાસ ઉલ્લેખ કરવો પડે કે નાના થી લઈ ને મોટા ને માન સન્માન કેવી રીતે આપવુ એ ક્ષત્રિય સમાજ પાસે થી ખરેખર શીખવા જેવું અને જીવન માં અપનાવવા જેવું છે.
થોડાક દિવસ નહી ફાવે પણ પછી આદત પડી જશે એનો ફાયદો એ થશે કે તમારાં પરિવાર મા આપરંપરા બની જશે તમારાં ભાવિ સંતાનો પણ તમારા માંથી શીખી ને તમારુ અનુકરણ કરે અને મહિલાઓ ને માન આપવાની શરૂઆત એના પોતાના ઘર થી જ અને પોતાનાં ઓ થી જ થાય એ જ સાચા અર્થ માં વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી છે

મમ્મી ને તુંકારો દેતા બહાદુર લોકો એકવાર પપ્પા ને તુંકારો દેવાનો અખતરો કરી જુઓ..

 તમારો પ્રતિભાવ તમારા દોસ્ત ને જરુર થી જણાવજો ગમ્યું હોઈ તો શેર જરૂર થી કરજો

Post a Comment (0)
Previous Post Next Post