જીવન એક ખેલ | The Game of Life And How To Play It


તમારી ગમતી રમત કઈ છે?

એ કોઈ પણ હોય શકે છે. જો કે તમે મારી સાથે સહમત થશો કે દરેક રમત ના નિયમો હોય છે અને નિયમ પ્રમાણે જ રમાતી હોય છે. રમત માં સારું પરફોર્મન્સ આપવા માટે નિયમો જાણવા અને શીખવા ખૂબ જ જરૂરી છે સાચું કે નહી?

આજે વાત કરવા ની છે એક નાનકડી બુક ની જેનું નામ છે "જીવન એક ખેલ" મૂળ "The Game of Life And How To Play It"  કે જે Florence Scovel Shinn નો સંશિપ્ત માં Kundanika Kapadia દ્વારા અનુવાદ કરવામાં આવ્યો છે. દિવાળી પર મીઠાઈ ને બદલે આ બુક આપવી જોઈએ.

જીવન એક ખેલ | The Game of Life And How To Play It

તો ચાલો જાણીએ આ બુક ને સંક્ષિપ્તમાં

 
૧. ખેલ

જીવન એક આપવા અને લેવાની રમત છે આપણે જે આપીએ એજ આપણા તરફ પાછું આવતું હોય છે જો આપને કોઈને પ્રેમ આપીએ તો પ્રેમ મળે છે ટીકા કરીએ તો આપને ને ટીકા મળે છે કોઈ સાથે ખોટું બોલી તો બીજા આપણી સાથે ખોટું બોલવાના. આપને કોઈ સાથે દગો કરીએ તો કોઈ બીજા આપણી સાથે દગો કરવાના.

૨. સમૃદ્ધિ નો નિયમ

શાસ્ત્રો વર્ષો થી આપણે ને કહેતા આવ્યા છે કે આપણે કોઈ અછત નો વિચાર મન માં કરવાનો નથી કેમકે પૂરું પાડનાર પરમાત્મા છે.
એક બહેન ને પૈસા ની ખાસ જરૂર હતી તેવો ચિંતા માં હતા કે ક્યાંથી અને કેવી રીતે મળશે?
લેખિકા એ અમને શબ્દો બોલવાનું કહ્યું કે મને યોગ્ય રીતે પૈસા મળી જાય. સાથે શ્રદ્ધા રાખવાની કે મને મળશે જ. અને સાચે એમને ચમત્કારિક રીતે મળી ગયા.

૩. શબ્દો ની શક્તિ

આપણા બોલાયેલા શબ્દો માં ઘણી તાકાત હોય છે એને એવું જ આપણું જીવન હોય છે હું એક મિત્ર ને ઓળખું છું જે એમ કહે કે હું વિચારું એમ કોઈ દી થતું જ નથી તો એક બીજો મિત્ર એમ કહે છે કે હંમેશા હું વિચારું એમ જ થાય છે. બને વ્યક્તિ એ પોત પોતાના નિયમો બનાવ્યા છે એકે હકારાત્મક તો બીજાએ નકારાત્મક.

૪. અવિરોધ નો નિયમ

પાણી કોઈ નો વિરોધ કરતું નથી એ બધું પોતાની સાથે લય જાય છે એજ પરિણામ છે કે તે ક્યાંય રોકાતું નથી સતત વેહતું રહે છે. અવિરોધી વ્યક્તિ નો દુનિયા ની કોઈ વસ્તુ વિરોધ ના કરી શકે. આપણે આપણા દુશ્મન નું સારું ઈચ્છી ને આપણી ફેવર માં કરી શકી છીએ.

૫. કર્મ નો નિયમ

કર્મ નો નિયમ કહે છે કે માણસ પોતના વિચારો, કાર્યો અને શબ્દો વડે જે પણ બીજાં ને આપે છે એજ તેને પાછું મળે છે. જેમ આપણું જ્ઞાન વધે એમ આપણે વધુ જવાબદાર બનવાનું રહે છે બધું જાણતો હોવા છતાં જે નિયમ અવગણે છે તેને વધુ સહન કરવાનું આવે છે. બચાવવું અને સંગ્રહ કરવો તેમાં નુકશાન છે અને ભેટ ઉપહાર આપવામાં ફાયદો છે આ હકીકત થી ઘણા લોકો અજાણ હોય છે. માણસ ખર્ચ કરવાની કે આપવાની ઈચ્છા ને અવગણે છે તો એ પૈસા બીજી કોઈ પણ રીતે ખર્ચાઈ જાય જ છે.

૬. બોજો ફેંકી દો

ચિંતા ચિતા સમાન છે એ જાણતા હોવા છતાં આપણે કારણ વગર ને ખોટે ખોટી ચિંતા કર્યા કરીએ છીએ. આપણો ભાર પોતે માથે લઈ ને ફરવું એ નિયમ નો ભંગ છે પછી એ કોઈ પ્રત્યે ની નફરત પણ હોઈ શકે છે. માટે આપણે આ બોજા ને ભગવાન ને સોંપી દેવો જોઈએ.

૭. પ્રેમ નો નિયમ

પ્રેમ નો નિયમ કહે છે કે તમે ચાહતા નથી પણ ધિક્કારો છો. તમે જે કદી આપ્યું ના હોઈ તે તમે પામી શકો નહિ.
તમે સંપૂર્ણ પ્રેમ આપો તો જ તમને પણ સંપૂર્ણ પ્રેમ મળશે. નિસ્વાર્થ માંગણી વગર ની શરત વગર નો પ્રેમ આપો ટીકા કે તિરસ્કાર ના કરો એ જે પણ હોઈ જ્યાં પણ હોઈ એને શુભભાવના આપો.

૮. માર્ગદર્શન

જે માણસ શબ્દ ની શક્તિ જાણે છે તેના માટે કોઈ સિદ્ધિ અશક્ય નથી. શબ્દથી મનગમતી પરિસ્થતિ ઊભી કરી શકાય છે. તમે ક્યાંય પણ કોઈ પણ વાત માં ફસાઈ ગયા હોવ કોઈ રસ્તો ના દેખાતો હોઈ તો કહો કે 'હે અનંત ચેતના મને માર્ગ બતાવો, મારે કઈ કરવાનું હોઈ તો મને જણાવો'
અને જવાબ મળશે જ.


૯. દૈવી યોજના

દરેક વ્યક્તિ માટે એક દૈવી યોજના હોઈ જ છે આ એક એવી જગ્યા છે જે માત્ર તે જ ભરી શકે છે  બીજું કોઈ નહિ. એવું કામ છે જે માત્ર તેણે જ કરવાનું છે તે બીજા કોઈ કરી શકે નહિ આ કાર્ય કર્યું છે તે દરેક વ્યક્તિ એ જાણવું જોઈએ.


૧૦. ઇનકાર અને સ્વીકાર

જીવન માં કઈ પણ સારું થવાનું હોઈ તે મન માં સેટ થઈ જ ગયેલું હોઈ છે. તમે કઈ પણ ઈચ્છતા હોવ તમારી માંગણી ચોકસાઈ થી કરવી તમે ઘર મિત્ર કે સ્થાન ની માટે કહો કે હે અનંત ચેતના મારા ઉચિત ઘર માટે માર્ગ ખુલ્લો કરો
યોગ્ય રીતે આપની કૃપા થી અત્યારે જે પ્રગટ થાય છે તે માટે હું આભાર માનું છું.

Post a Comment (0)
Previous Post Next Post