જીવન ના 3 પ્રશ્નનો ના જવાબ જાણો બીરબલ પાસે થી !

ડાયરી દોસ્ત સાથે ની વાંચનયાત્રા માં  તમારુ મોસ્ટ વેલકમ,  


આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું અકબર બિરબલ ની વાર્તા, તમે પણ ક્યારેક તો અકબર બીરબલ ની વાર્તા ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે. આ વાર્તા માં જીવન માં મુખ્ય ત્રણ પ્રશ્નો અને તેના જવાબ પર આધારિત છે.  આ વાર્તા આપણે ને શોર્ટ માં મોટો બોધપાઠ આપે છે  કે જેમાં થી તમને ઘણું જાણવા અને સમજવા અને શીખવા મળવાનું છે.    

એકવાર રાજા અકબર બિરબર ને જીવન ના મુખ્ય ત્રણ સવાલ ના જવાબ જણાવવા કહે છે જે આપણે ને પણ ક્યારેક તો થયાં જ હશે. જે આગળ હું તમને જણાવી રહ્યો છુ.   

1 આપણા માટે કયો સમય સોંથી મહત્વનો છે?  

2 આપણા માટે કયો વ્યક્તી સોંથી મહત્વ નો છે?  

3 આપણા માટે ક્યુ કામ સૌથી મહત્વનું છે?   

બીરબલ પોતાની કુશાગ્ર બુદ્ધિ થી પેહલા સવાલ નો જવાબ આપતા જણાવે છે કે આપણા માટે સોથી મહત્વ નો સમય જો હોય તો અત્યાર નો છે. આપણે જીવન માં કઈ પણ કરવા માંગતા હોય વર્તમાન થી શ્રેષ્ઠ સમય બીજો કોઇ હોય શકે નહિ માટે જ કહેવાયું છે કે કલ કરે સો આજ કરે આજ કરે સો અબ. આપણાં માટે મહત્વ ના સમય નું મહત્વ સમજાવ્યા પછી બીરબલ બીજા સવાલ સવાલ નો જવાબ જણાવતા કહે છે કે આપણા માટે સૌથી મહત્વની વ્યક્તિ એ છે જે હાલ માં તમારી સાથે છે. જેમકે હાલ માં તમે તમારાં મિત્ર સાથે છો તો આ સમયે તમારો મિત્ર તમારા માટે સૌથી મહત્ત્વ નો હોવો જોઈએ એ સિવાય બીજું કોઈ પણ નહિ. કોઈ ની સાથે હોવા છતાં પણ આપણે ક્યાંક બીજે જ ખોવાયેલા હોઈએ છીએ. ખાસ તો આપણા મોબાઈલમાં માટે આપણી સાથે રહેલી વ્યક્તિ પર આપણે ધ્યાન આપવું જોઈએ. આપણા માટે મહત્ત્વના વ્યક્તિ પછી ના છેલ્લાં સવાલ નો જવાબ આપતા બીરબલ જણાવે છેં કે આપણા માટે સૌથી મહત્વનું કામ એ છે કે આપણે જેની પણ સાથે હોઇએ તેનું કંઈક સારૂ કરવું, જેમકે તમે વિચારી શકો કે હું મારા તરફ થી આના માટે અત્યારે શુ કરી શકું એમ છું? શુ આપી શકું એમ છું જે તેને જરુર છે. આપણી વ્યક્તિ માટે આપનો રોલપ્લે ખુબ જ જરૂરી છે.    

વર્તમાન ની આ શ્રણ થોડી વાર પેહલા ભવિષ્ય માં હતી થોડી વાર પછી ભૂતકાળ બની જશે આજ ની આ નાનકડી વાર્તા માંથી શુ શીખ્યા? અમારી સાથે શૅર જરુર થી કરજો અને આ વાર્તા જો તમને ગમી હોઈ તો તમારા ફ્રેન્ડ એન્ડ પરિવાર માં પણ શેર કરવા વિનંતી.  

 

બોધ: ભૂત અને ભવિષ્ય કરતા વર્તમાન ને મહત્વ આપવું જોઈએ.     

Post a Comment (0)
Previous Post Next Post